બ્રેકીંગ ન્યુઝ

Vadodaraની ધનિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ ઉમેદવારનું નામ લખવામાં ભૂલ થતા હોબાળો


વડોદરા ગ્રામ્યની ધનિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હોબાળો થયો છે. સરપંચ ઉમેદવારનું નામ લખવામાં ભૂલ થતા હોબાળો થયો છે, બેલેટ પેપરમાં નામમાં ભૂલ થતા ચૂંટણી પ્રક્રિયા અટકી છે, નવા બેલેટ પેપર આવ્યા બાદ મતદાન પ્રક્રિયા થશે શરૂ, ધનિયાવી ગામમાં અંદાજે 2300 જેટલા મતદાર છે અને હોબાળાના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

ધનિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણીનો મામલો

વડોદરા ગ્રામ્યમાં આવેલ ધન્યવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થતા હોબાળો થયો છે, સરપંચના ઉમેદવારના બેલેટ પેપરમાં નામ લખવામાં ભૂલ થતાં થયો હોબાળો અને હાલ પૂરતી મતદાન પ્રક્રિયા હોબાળાને પગલે રોકાઈ છે, ચૂંટણી અધિકારીનું કહેવું છે કે, બેલેટ પેપરમાં નામ લખવામાં ભૂલ થઈ હતી જેને પગલે મતદાન પ્રક્રિયા આવી છે રોકવામાં અને નવા બેલેટ પેપર આવ્યા બાદ મતદાન પ્રક્રિયા થશે શરૂ, અગાઉ જે મતદાન થયું છે તેના મત કેવી રીતે ગણવા તે સક્ષમ અધિકારી કરશે નક્કી.

ધનિયાવી ગામમાં અંદાજે કુલ 2300 જેટલા મતદારો

ધનિયાવી ગામમાં બેલેટ પેપરના મુદ્દે પોલીસ તંત્ર થયું દોડતું અને મતદાન પ્રક્રિયા બંધ કરાવ્યા બાદ ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, તો પોલીસ તમામ લોકો પર નજર રાખી રહી છે.

વડોદરાની અંકોડીયા ગ્રામ પંચાયતમાં હોબાળો

વડોદરાની અંકોડીયા ગ્રામ પંચાયતમાં હોબાળો થયો છે. ઉમેદવાર મતદાન બોક્સ પાસે આવતા હોબાળો થયો છે અને ઉમેદવારને લઇ ચૂંટણી એજન્ટે ઉઠાવ્યો વાંધો, હોબાળોને લઇ ઉમેદવાર મયુરી પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમનું કહેવું છે કે, સિનિયર સિટીઝનને દેખાતું ન હતું અને તેમણે મને બોલાવતા હું ગઇ હતી અને તેમણે શું મતદાન કર્યું તે ખબર નથી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!