Pakistan News: જેલમાં બંધ Imran Khan વધારશે PM Shehbaz Sharifની મુશ્કેલીઓ

પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીએ જેલમાં બંધ પૂર્વ પીએમની મુક્તિ માટે માગ કરી છે. તેમના માટે આંદોલન શરુ કરવામાં આવ્યુ છે. તેનું નામ છે ‘ઇમરાન ખાનને આઝાદ કરો’. પરંતુ પોલીસે આ આંદોલનમાં સામેલ થયેલા સમર્થકોની ધરપકડ કરી છે. કારણે આ આંદોલન પરવાનગી વગર શરુ કરવામાં આવ્યુ છે. આંદોલનની શરૂઆત જાહેર કરાયેલી તારીખ કરતા પણ વહેલું શરુ કરાયુ છે.
જેલ મુક્તિ માટે આંદોલન
ખૈબર પખ્તૂનખ્વાના સીએમ અને પક્ષના પ્રમુખ નેતા અલી અમીન ગંડાપુર પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક લાહોરમાં યોજાઇ હતી. અને ઇમરાન ખાનને મુક્ત કરવા માટે આંદોલનની તારીખ નક્કી કરાઇ હતી. ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા ઇમરાન ખાન વર્ષ 2023થી જેલમાં બંધ છે. અને તેમના પર મોટી સંખ્યામાં કેસ ચાલી રહ્યા છે. પૂર્વ પીએમની પાર્ટીએ 5 ઓગષ્ટથી દેશભરમાં મોટા પાયે આંદોલન શરૂ કરવા માટે યોજના બનાવી હતી. આ આંદોલન દ્વારા પીએમ શહબાઝ શરીફ સરકાર અને સેના પર ઇમરાન ખાનને મુક્ત કરવા માટે દબાવ કરી શકાય.
લાહોરમાં મહત્ત્વની બેઠક
અલી અમીન અને પાર્ટીના અન્ય પ્રમુખ નેતા પોતાના વિરોધ અભિયાનને અંતિમ રૂપ આપવા માટે યોજના બનાવી રહ્યા છે. જેના માટે લાહોરના રાયવિંડ વિસ્તારમાં આવેલા એક ફાર્મહાઉસમાં આ મામલે બેઠક યોજાઇ હતી. પોલીસે આ મામલે 20 કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. આ કાર્યકર્તાઓ વિવિધ સ્થળોએ પોતાના નેતા માટે સ્વાગત કરવાના હતા. પોલીસે તમામ ગતિવિધિઓ પર નજર રાખીને તેમની ધરપકડ કરી હતી.