Morbi: મોરે મોરાની રાજનીતિ અંગે મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું, રાજકીય આગેવાનોએ શોભે તેવું નિવેદન આપવું જોઈએ

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ જન આંદોલનમાં મીડયા સમક્ષ ગોપાલ ઈટાલિયાને મોરબીમાંથી ચૂંટણી લડવા અંગે ચેલેન્જ આપી હતી.કાંતિ અમૃતિયાની ચેલેન્જને ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, સોમવારે વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીએ.ગોપાલ ઈટાલિયા અને હું મોરબીમાં ચૂંટણી લડીએ. મોરબીમા ગોપાલ જીતશે તો હું બે કરોડ રૂપિયા આપીશ. હવે બંનેમાંથી કોઈએ ફરવાનું રહેતુ નથી.આ ચેલેન્જમાં કેબિનેટ મંત્રી મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે.
આગેવાનોએ શોભે તેવું નિવેદન આપવું જોઈએ
મોરબીમાં કાર્યક્રમમાં આવેલા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, રાજકીય પાર્ટી હોય કે આગેવાનો હોય તેમણે શોભે તેવું નિવેદન આપવું જોઈએ. પત્રકારોએ પૂછેલા સવાલનો જવાબ આપતાં તેઓ માત્ર આટલું કહીને રવાના થયા હતાં. હવે આવતીકાલે સોમવારે કોણ રાજીનામું આપવા માટે વિધાનસભાના અધ્યક્ષ પાસે જાય છે તેના અનેક સવાલો હાલમાં ચર્ચાઈ રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ ભાજપે આપેલી ચેલેન્જને પણ સ્વીકારી લીધી છે. ત્યારે આવતીકાલે કોણ રાજીનામું આપવા તૈયાર થશે તેવી ચર્ચાઓ ગરમ થઈ રહી છે.
વાંકાનેર MLA પદથી રાજીનામું આપી દઇશ: જીતુ સોમાણી
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આપેલી ચેલેન્જને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સ્વીકારી લીધી હતી. આ બંનેની ચેલેન્જમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણી પર ઉતરી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે, ગોપાલ ઈટાલિયા મોરબીમાંથી ચૂંટણી જીતે તો હું રાજીનામું આપી દઈશ. ઇટાલીયા સોમવારે અધ્યક્ષ સમક્ષ રાજીનામું આપીને મોરબીથી ચૂંટણી લડી બતાવે. વાંકાનેર MLA પદથી રાજીનામું આપી દઇશ.ચૂંટણી લડવાની તાકાત હોય તો આવી જાવ.