બ્રેકીંગ ન્યુઝમનોરંજન

લોકોના હોશ ઉડાવવા આવી રહી છે પૂજા ઉર્ફે આયુષ્માન ખુરાના,

ડ્રીમ ગર્લ 2: ટ્રેલર થયું રીલિઝ

મુંબઇ: આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana) અને અનન્યા પાંડેની (Ananya Pandey) ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’નું (Dream Girl 2) ટ્રેલર (Trailer) રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર રિલીઝ પહેલા અભિનેતાએ સોશિયલ મીડિયા (Social Media) પર વધુ એક નવું પોસ્ટર શેર કર્યું છે, જેમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ અનોખા અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટરમાં આયુષ્માન ખુરાના ઉર્ફે પૂજાએ લાલ લહેંગા પહેર્યો છે. આ પોસ્ટર પછી ‘ડ્રીમ ગર્લ 2’નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું છે. ટ્રેલરમાં પૂજાની સુંદરતા અને સ્ટાઈલ જોઈને ચાહકો ફિલ્મ જોવા માટે આતૂર છે. ચાહકો બંનેના લુકને પસંદ કરી રહ્યા છે, જેને જોઈને ફેન્સની ઉત્તેજના વધી ગઈ છે.

પોસ્ટરમાં આયુષ્માન ખુરાનાનો પૂજાનો લૂક જોવા મળી રહ્યો છે. આ પોસ્ટરમાં આયુષ્માનની સાથે ફિલ્મની સ્ટાર કાસ્ટ પણ જોવા મળશે. આયુષ્માન ખુરાનાનો આ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. લાલ લહેંગામાં અભિનેતા ખૂબ જ સુંદર લાગી રહ્યો છે. અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી જોવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં સ્ટારકાસ્ટ પણ મજબૂત છે. તમને જણાવી દઈએ કે ‘ડ્રીમ ગર્લ 2’ 2019ની ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ની સિક્વલ છે.

ફિલ્મ ‘ડ્રીમ ગર્લ 2’ના આયુષ્માન ખુરાનાના નવા લુક બાદ શાનદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં સ્ટાર કાસ્ટની ઝલક પણ બતાવવામાં આવી છે. લોકો આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની જોડીને પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મના પહેલા ભાગમાં આયુષ્માન ખુરાનાની સાથે નુસરત ભરૂચા લીડ રોલમાં હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. ‘ડ્રીમ ગર્લ 2’માં કોમેડી, રોમાન્સ અને ડ્રામા જોવા મળશે. એકતા કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત અને રાજ શાંડિલ્યા દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 25 ઓગસ્ટ, 2023ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે અનન્યા પાંડે લીડ રોલમાં છે.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!