બ્રેકીંગ ન્યુઝ

Aravalli: મોડાસામાં મેઘરાજાનો પ્રકોપ, 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા


અરવલ્લીમાં ભારે વરસાદ પડ્યો છે. મોડાસાના મોતીપુરામાં આભ ફાટ્યું છે. 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે 400 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી 15 ગામમાં જવાનો માર્ગ બંધ થયા છે. વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. મોડાસામાં ભારે વરસાદથી ડુંગર પરથી પાણી આવતા ગામમાં ભરાયા છે.

મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો

મોડાસાના મોતીપુરામાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં આજે બારે મેઘ ખાંગા થયા છે. મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોડાસામાં આજે સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!