દેશબ્રેકીંગ ન્યુઝ

અમદાવાદમાં હજારો બહેનો સ્વાગત કરશે,તા.26ના રાત્રીના 8 વાગ્યે અમદાવાદમાં નારી વંદના અભિવાદન

મોદી બે દિ ગુજરાતમાં: વડોદરામાં જાહેરસભા,વડોદરામાં પણ તા.27નાં સભામાં એક લાખ મહિલાઓ ઉપસ્થિત રહેશેે

મોદી તા.2 ઓકટોના ગુજરાત આવવાના હતા પણ હવે આ કાર્યક્રમમાં ફેરફાર થયો છે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.26-27 સપ્ટેમ્બરના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અગાઉ મોદી તા.2 ઓકટોના ગુજરાત આવવાના હતા પણ હવે આ કાર્યક્રમમાં ફેરફાર થયો છે. શ્રી મોદી તા.26ના સાંજે 7 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે તેમાં રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા હજારો બહેનો ઉમટશે.

હાલમાંજ સંસદે ધારાસભા-લોકસભા 33% મહિલા અનામતને મંજુરી આપી છે અને તેની હવે દેશના મહત્વના ધારાગૃહોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધશે અને 27 વર્ષથી પેન્ડીંગ મહિલા અનામતને મોદી સરકારે વાસ્તવિકતા બતાવતા નારી શક્તિ વંદન અભિવાદનમાં તેમાં એરપોર્ટ પાસે જ એક ભવ્ય સમારોહમાં હાજરી આપશે. તા.27ના સવારે વડાપ્રધાન સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત 2024ના પ્રી ઈવેન્ટમાં હાજરી આપશે.

જેમાં ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો અને સંગઠનના પ્રતિનિધિઓ હાજરી આપશે. શિક્ષણનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ જો છોટા ઉદેપુરના બોડેલીમાં યોજાવાનો છે. જેમાં તેઓ હાજરી આપવાના છે. બોડેલીમાં આ કાર્યક્રમ દરમિયાન જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 હજાર કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ કરવાના છે.

ગુજરાતની પ્રથમ કામણગારા કચ્છ ના ભુજ સ્થિત મહિલા બીના અદેસરા જેમને પ્રથમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવ્યું મુલાકાત www.globochat.co

તા.27ના બોડેલીમાં રૂા.5000 કરોડના શિક્ષણ કાર્યોનું લોકાર્પણ

5 હજાર કરોડના આ શિક્ષણ કાર્યોમાં ગુજરાતમાં બનેલા નવા શાળા સંકુલ, ઓરડા,લેબોરેટરી તેમજ સ્માર્ટ ક્લાસનું તેઓ લોકાર્પણ કરવાના છે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ શિક્ષણનો કાર્યક્રમ અન્ય કોઇ જિલ્લામાં પણ થઇ શકતો હતો. જો કે છોટા ઉદેપુર એક આદિવાસી વિસ્તાર છે અને રાજકીય રીતે આદિવાસી વિસ્તારનું ખૂબ મહત્વ રહેલુ છે. આ સાથે અનેક અન્ય મુદ્દાઓને લઇને છોટા ઉદેપુરમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનાર છે. ત્યારે બોડેલી ખાતે તેઓનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પૂર્ણ કરી તેઓ વડોદરામાં જાહેર સભા સંબોધશે.

27, સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલીમાં આયોજિત કાર્યક્રમમાં હાજર રહેનાર છે. ત્યારે વડોદરા તથા મધ્ય ગુજરાતના ચૂંટાયેલા પ્રતિનિધિઓની માંગ સહર્ષ સ્વીકારી તેઓ વડોદરામાં બપોરે જંગી જાહેર સભાનું સંબોધન કરશે. આ વાતની પુષ્ટિ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવી છે. આ સાથે જ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું કે, ઐતિહાસિક મહિલા આરક્ષણ બિલ પાસ થવાને કારણે મોટી સંખ્યામાં મહિલાઓ વડાપ્રધાનનું સન્માન કરનાર છે.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!