બ્રેકીંગ ન્યુઝ
શિકારી ખુદ થઇ ગયો શિકાર! વીજતાર પર બેઠેલા શિકારને પકડવા જતા દીપડી પોતે જ ભડથું થઈ ગઈ


જૂનાગઢ નજીક આવેલા ખડીયા ગામની સીમમાં એક દીપડી વીજતાર પર બેઠેલા મોરનો શિકાર કરવાનો પ્રયાસ કરવા જતાં વીજતારમાં અડી જતા ત્યાં ભડથું થઇ ગઇ હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વનતંત્રએ ઘટના સ્થળે જઈ દીપડીના મૃતદેહ ઉતારી પોસ્ટમોર્ટમ માટે ખસેડયો છે.