Bihar Election 2025: Tej Pratap Yadav બનાવશે પોતાનો નવો પક્ષ, Anushka Yadav આપશે સહયોગ

આરજેડી અને લાલૂ યાદવ પરિવારમાંથી હકાલપટ્ટી કરાયેલા તેજ પ્રતાપ યાદવ હવે રાજનીતિમાં પોતાનું સ્થાન ફરીસ મજબૂત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેજ પ્રતાપ યાદવ બિહાર ચૂંટણી 2025માં પોતાનો નવો પક્ષ જનતા સમક્ષ મુકી શકે છે. આ મામલે તેઓ જલદી જ સત્તાવાર જાહેરાત કરશે. આ નવા પક્ષમાં તેજ પ્રતાપની સાથે તેમની પ્રેમિકા અનુષ્કા યાદવ પણ સાથે હોઇ શકે છે.
નવા પક્ષની જાહેરાત
10 જુલાઇના રોજ તેજ પ્રતાપ વૈશાલી જિલ્લાના મહુઆના પ્રવાસે હતા. આ સમયે તેજ પ્રતાપે તેમની ગાડી પરથી આરજેડીનો ઝંડો ઉતારીને બીજો ઝંડો લગાવ્યો હતો. જેમાં લાલૂ યાદવની તસ્વીર ન હતી. આ ઘટના બિહારની રાજનીતિમાં ચર્ચાનો વિષય બની છે. તેજ પ્રતાપ યાદવે પોતાના સમર્થકો સાથે બેઠક કરી હતી અને આ બેઠક પરથી ચૂંટણી લડવાના સંકેત પણ આપ્યા હતા. તેજ પ્રતાપ સમસ્તીપુર જિલ્લાના હસનપુરથી ધારાસભ્ય છે. તેઓ મહુઆના વર્ષ 2015થી 2020 સુધી ધારાસભ્ય રહી ચુક્યા છે.
બિહાર વિધાનસભા ચૂંટણી 2025
આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ પોતાનો નવો રાજકીય પક્ષ શરૂ કરવા જઇ રહ્યા હતા. આ નવા રાજકીય પક્ષમાં તેજ પ્રતાપની સાથે અનુષ્કા યાદવ પણ પોતાનો નવો રાજકીય પ્રવાસ શરુ કરશે. અનુષ્કા યાદવ સાથે સંબંધની જાહેરાત કર્યા બાદ લાલૂ પ્રસાદ યાદવના પરિવારમાં હલચલ જોવા મળી હતી. અને આ મામલે ઉગ્ર રોષ દાખવીને લાલૂ પ્રસાદ યાદવે તેજ પ્રતાપને પક્ષ, પરિવાર અને સંપત્તિમાંથી બેદખલ કર્યા હતા. તેજ પ્રતાપે અગાઉ ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્ન થોડા સમયમાં જ પૂર્ણ થયા હતા. ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા પહેલાથી તેજ પ્રતાપ અનુષ્કાના પ્રેમમાં હતા.