બ્રેકીંગ ન્યુઝ

Maharashtra: વિધાનસભાના પ્રાંગણમાં બંને ધારાસભ્યો અને સમર્થર્કો વચ્ચે અથડામણ, જાણો સમગ્ર ઘટના


મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે રાજકીય ગરિમા કલંકિત થઈ હતી. વિધાનસભાના પ્રાંગણમાં ભાજપના MLA ગોપીચંદ પડળકર અને એનસીપીના MLA જિતેન્દ્ર આવ્હાડના સમર્થકો વચ્ચે ઉગ્ર ભાષામાં બોલાચાલી બાદ અથડામણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આગળના દિવસે વિધાનસભાની બહાર બંને ધારાસભ્યો અને તેમના સમર્થકો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જે આજની તારીખમાં લડાઈમાં ફેરવાઈ ગઈ હતી. 

અથડામણ કયા કારણે થઈ?

ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે બે દિવસ પહેલા જીતેન્દ્ર આવ્હાડ વિધાન ભવનની બહાર હતા ત્યારે ગોપીચંદ પડળકરે તેમની કારના દરવાજાને એટલો જોરથી ખોલ્યો કે જીતેન્દ્ર આવ્હાડના પગમાં ઈજા પહોંચી. તેનાથી ગુસ્સે થઈને આવ્હાડના કાર્યકર નીતિન દેશમુખે ગોપીચંદ પડળકરને સામો ઠપકો આપ્યો. તે સમયે પડળકર અને નીતિન દેશમુખ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી. આ ઘટના બાદ ગોપીચંદ પડલકરના કાર્યકરો સતત ફોન અને મેસેજ દ્વારા આવ્હાડને ધમકી આપી રહ્યા છે. અને આજે તેનું માઠુ પરિણામ એ આવ્યું કે પડલકરના કાર્યકરોએ આવ્હાડના કાર્યકર નીતિન દેશમુખ સાથે બાથ ભીડી અને વિધાનસભા પરિસરમાં જ ઝપાઝપી થઈ.

જ્યારે વિવાદ વધી ગયો ત્યારે NCPના ધારાસભ્ય રોહિત પવારે ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો અને આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે જ સમયે, ધારાસભ્ય સના મલિક અને મંત્રી આશિષ શેલારે પણ આ ઘટના પર નારાજગી વ્યક્ત કરી હતી. 

જિતેન્દ્ર આવ્હાડે સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરીને દાવો કર્યો હતો કે તેમને ધમકીથી ભરેલા મેસેજ મળી રહ્યા છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ ઘટના અંગે નિવેદન જાહેર કરતા જણાવ્યું હતું કે આવી ઘટનાઓ આપણી પ્રતિષ્ઠા પર ડાઘ સમાન છે. દોષીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!