ઉના-ગીર ગઢડા તાલુકામાં કોંગ્રેસ સમિતિનાં હોદેદારોની વરણી

ઉના-ગીર ગઢડા તાલુકામાં કોંગ્રેસ સમિતિનાં હોદેદારોની વરણી
Local | Veraval | 31 August, 2024 | 10:52 AM
ઉના,તા.31
ઊના ગીરગઢડા તાલુકા નાં કોંગ્રેસ પ્રમુખ પદે વર્ષો થી ફેરફાર કરાયો ન હતો પરંતુ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિત સિંહ ગોહિલ નાં આગમન બાદ કોંગ્રેસ ને રાજ્યમાં મજબૂત કરવાં હેતુસર જીલ્લા અને તાલુકા કક્ષાએ યુવાન કાર્યકરો ને આગળ લાવી સંગઠન મજબૂત બનાવવા નાં ભાગ રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કરશનભાઈ બારડ દ્વારા ઊના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે જીલ્લા પંચાયત નાં પૂર્વ સભ્ય ધીરૂભાઇ મેસૂરભાઈ સોલંકી તેમજ ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ તરીકે જીલ્લા પંચાયત નાં પૂર્વ સભ્ય જયસુખભાઇ પટેલ ની નિમણૂક કરીને આવનારાં દિવસોમાં ઉના , ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિ નું સંગઠન વધારે મજબૂત બનાવવા જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે અને ઉના ગીરગઢડા તાલુકામાં રચનાત્મક અને આંદોલાત્મક કાર્યકમો દ્રારા સંગઠન વધારે મજબૂત બને અને લોકો ને પક્ષની વિચારધારા સાથે જોડવાનો સફળ પ્રયત્ન કરે તેવી આશા વ્યક્ત કરી હતી
બન્ને તાલુકા માં નવાં યુવાન અગ્રણી અને રાજકિય વહીવટ ની સુજ સમજ ધરાવતાં પ્રમુખ ની નિયુક્તિ થતાં કોંગ્રેસ નાં કાર્યકરો અને યુવા પ્રમુખ નાં મિત્રો સર્કલ માં ખુશી ની લાગણી ફેલાઇ છે.