બ્રેકીંગ ન્યુઝ
બરેલીનો 'દિલવાળો' ઈંગ્લેન્ડની 'દુલ્હનિયા' લાવશે, ચીનમાં થયેલી મિત્રતા હવે લગ્નમાં પરિણમશે


પ્રેમ કોઈ પણ ભાષા, દેશ કે ધર્મનો મોહતાજ નથી. તે કોઈ ધર્મમાં નથી માનતો. તે ફક્ત સાચા પ્રેમમાં જ માને છે. સીમા અને અંજુ બાદ વધુ એક લવ સ્ટોરી ચર્ચામાં આવી છે. હવે બરેલીનો ‘દિલવાળો’ ઈંગ્લેન્ડની ‘દુલ્હનિયા’ લાવશે. બરેલીના એક યુવકને ઈંગ્લેન્ડની યુવતી એટલી પસંદ આવી ગઈ કે વાત લગ્ન સુધી પહોંચી ગઈ છે. બંનેએ શુક્રવારે બરેલી પહોંચીને કોર્ટ મેરેજ માટે અરજી કરી છે. જો બધું બરાબર રહેશે તો ટૂંક સમયમાં તેમના લગ્નનું પ્રમાણપત્ર જારી કરી દેવામાં આવશે.