ચોટીલામાં રહેતા લોકો માટે પોલીસની જાહેર અપીલ

ચોટીલામાં રહેતા લોકો માટે પોલીસની જાહેર અપીલ
Local | Surendaranagar | 31 August, 2024 | 12:22 PM
વઢવાણ, તા. 31
આથી ચોટીલા શહેરની જાહેર જનતાને જણાવવાનું કે ચોટીલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રજાના દિવસોમાં અને બંધ મકાનને ટાર્ગેટ કરીને ચોરીના બનાવોને અંજામ આપવામાં આવે છે, ચોટીલા પોલીસની ટીમ પૂરતા પ્રયત્ન કરી રહી છે એ ચોરોને પકડવા માટે પરંતુ જો આપ જાગૃત નાગરિકશ્રીઓ તરફથી થોડીક જાગૃતતા રાખી સંકલનમાં કામ કરવામાં આવશે.
તો પોલીસને ઘણી બધી મદદ મળી રહેશે જેથી દરેક સોસાયટીમાં આ મેસેજ પહોંચે અને કોઈપણ વ્યક્તિ બહારગામ જાય કે શનિ રવિમાં અપડાઉન કરતા હોય તેવા તમામ નોકરિયાતો અને પ્રજાજનો બહારગામ જતી વખતે પોતાના ઘરે સોના ચાંદીના દાગીના કે રોકડ રકમ નહીં રાખવા વિનંતી છે તેમજ આપની સોસાયટીમાં રાત્રિ દરમિયાન કોઈપણ અજાણી વ્યક્તિ આવે તો તાત્કાલિક પોલીસ સ્ટેશનને 6359626217 જાણ કરવા પોલીસ મિત્રની ફરજ બજાવશો જેથી કરીને ગામમાં ચોરીના બનતા બનાવો અટકાવી શકાય.