વઢવાણ નગરપાલિકા દ્વારા વોર્ડ નં.5માં વરસાદી પાણીનો નિકાલ કરાયો

વઢવાણ નગરપાલિકા દ્વારા વોર્ડ નં.5માં વરસાદી પાણીનો નિકાલ કરાયો
Local | Surendaranagar | 31 August, 2024 | 12:44 PM
(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 31
સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર રાડિયાના ઓફિસ ઓર્ડરથી દરેક કર્મચારીના અધિકારીના ઓર્ડર્સ કાઢવામાં આવ્યા છે આ ઓર્ડરમાં દરેક વિસ્તારમાં દરેક વોર્ડમાં પાણી જ્યાં જ્યાં ભરાયા હોય ત્યાં જેટલું બને તેટલું સેનિટેશન તેમજ પીડબ્લ્યુડીની ટીમ સાથે લાઇજનીગ કરીને પાણીનો નિકાલ કરવા હુકમો કર્યા છે તેના અનુસંધાને આજરોજ વોર્ડ નંબર 5 સવારના સાત વાગ્યામાં વોર્ડ સદસ્ય રાજુભાઈ કાચવાલા સાથે નગરપાલિકાની ટીમ અને વોર્ડ એન્જિનિયર અશોકભાઈ તેમજ સ્ટાફ દ્વારા પાણીનો નિકાલ કર્યો છે.