પૂરમાં તણાયેલ વધુ એક પુરૂષનો મૃતદેહ મળ્યો

પૂરમાં તણાયેલ વધુ એક પુરૂષનો મૃતદેહ મળ્યો
Local | Jamnagar | 31 August, 2024 | 01:06 PM
જામનગર તા.31:
જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને લઈને ઠેર ઠેર ખાનાખરાબી સર્જાઇ હતી જેમાં અત્યાર સુધીમાં છ માનવ જિંદગીનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ આજે જામનગરમાંથી વધુ એક પુરુષનો મૃતદેહ મળતા મૃત્યુ આંક વધીને 7 થયો છે. જામનગરના જુના રેલ્વે સ્ટેશન નજીક પાણીના ખાડામાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની હાલ ઓળખ માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.