બ્રેકીંગ ન્યુઝ
તારક મહેતા ફેમ… શૈલેષ લોઢાના પિતાનું નિધન: પિતાની આંખો દાન કરીને અન્યને આપી રોશની; પોસ્ટમાં લખ્યું- જો આંસુની ભાષા હોત, તો હું કંઈક લખી શક્યો હોત


ટીવી સેલિબ્રિટી અને કવિ શૈલેષ લોઢાના પિતા શ્યામ સિંહ લોઢાનું લાંબી માંદગી બાદ 2 દિવસ પહેલા નિધન થયું છે. તેઓ છેલ્લા દોઢ મહિનાથી બીમાર હતા. મળતી માહિતી મુજબ તેમની બંને કિડની ખરાબ હતી. આવી સ્થિતિમાં એક અઠવાડીયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવવામાં આવ્યું હતું. જેના કારણે શૈલેષ લોઢા પણ છેલ્લા દોઢ મહિનાથી જોધપુરમાં હતા. તેમના મૃત્યુ બાદ શૈલેષે પિતાની આંખોનું દાન કર્યું હતું. | ટીવી એક્ટર શૈલેષ લોઢાના પિતા શ્યામ સિંહ લોઢાનું લાંબી માંદગી બાદ આજે નિધન થયું છે. તેઓ છેલ્લા દોઢ મહિનાથી બીમાર હતા. તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જેના કારણે શૈલેષ લોઢા પણ છેલ્લા દોઢ મહિનાથી મુશ્કેલીમાં મુકાયા છે.