બ્રેકીંગ ન્યુઝ

Modasa: અરવલ્લીમાં પશુપાલકો દ્વારા અનોખો વિરોધ, દૂધ ઢોળવાની જગ્યાએ બાળકો માટે દૂધપાક બનાવડાવ્યો


સાબરડેરી માં ભાવફેર ને લઈ પશુપાલકો દ્વારા દૂધનો બહિષ્કાર કરી રસ્તે ઢોળી દેતા હોય છે. ત્યારે મોડાસાના મેઢાસણના યુવા પશુપાલકો એ દૂધ ઢોળવાના બદલે દૂધપાક બનાવી નાના ભૂલકાઓને વિતરણ કર્યું હતું.હાલ અરવલ્લી અને સાબરકાંઠાની કામધેનુ સાબરડેરીમાં ભાવફેર બાબતે પપશુપાલકો ખૂબ આકરા મૂડમાં છે બંને જિલ્લાના પશુપાલકો એ પોતાની દૂધ મંડળીમાં દુધ ભરવાનું સદંતર બંધ કરી દીધું છે. કેટલાક પશુપાલકો લાખો લીટર દૂધ રસ્તા પર ઢોળીને વ્યય કરતા હોય છે ત્યારે મેઢાસણ ગામના યુવા પશુપાલકો એ નવો અભિગમ અપનાવી ગામનું બધુ દૂધ એકત્રિત કરીને દૂધપાક બનાવડાવ્યો અને એ દૂધપાક મેઢાસણ ગામ તેમજ આસપાસની શાળાઓના બાળકોને પીવડાવવામાં આવ્યું હતું.

પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ભરશે નહીં

આ અંગે મેઢાસણ ગામ ના યુવા ડે સરપંચ રાકેશ પટેલે જણાવ્યું હતું કે, દૂધ નથી ભરતા જેથી અમોને તકલીફ પડે જ છે પણ ભાવફેર પૂરો ચૂકવાયો નથી તેથી અમારું આ આંદોલન ચાલુ જ રહેશે પણ દૂધ ઢોળીને બરબાદ કરવું એના કરતાં કોઈના મોઢે વળે એ આશયથી અમે આજે 500 લીટર દૂધનો દૂધપાક બનાવીને મેઢાસણ ગામ સહિત આસપાસની શાળાઓ આશ્રમોમાં મોકલીને અન્ય પશુપાલકો પણ આ રીતે દૂધપાક બનાવીને ગરીબો જરૂરિયાતમંદને વહેંચે એવી અપીલ કરી છે. જ્યાં સુધી દૂધનો ભાવફેર ના ચૂકવાય ત્યાં સુધી તમામ પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ ભરશે નહીં.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!