જામનગરમાં સર્જાયેલી તારાજીનો તાગ મેળવવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કાલે જામનગરમાં

જામનગરમાં સર્જાયેલી તારાજીનો તાગ મેળવવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કાલે જામનગરમાં
Local | Jamnagar | 31 August, 2024 | 01:05 PM
જામનગર તા.31
જામનગર શહેરમાં ભારે વરસાદ પછી સર્જાયેલ તારાજી અંગે પુરસરગ્રસ્ત વિસ્તારોના રહેવાસીઓ મુશ્કેલીઓ જાણવા અને જોવા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ જામનગર આવી રહ્યાં છે.
તાજેતરમાં જામનગર શહેર, જિલ્લા મા અતિભારે વરસાદ પડવાથી જામનગર શહેરની જનતાની જાન-માલ અને મોટા પાયે ઘરવખરી ને નુકશાની થઈ હોય માટે આ પૂરગ્રસ્ત વિસ્તારો અને ત્યાના રહેવાસીઓ સાથે આવતીકાલે ગુજરત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભાના સાસંદ શકતિસિંહ ગોહિલ આવતીકાલ તા :- 01.09.2024 ના રોજ સવારે 10:00 વાગે સર્કિટ હાઉસ આગમન થશે.
ત્યાર પછી વોર્ડ વાઈસ વિસ્તાર ની મુલાકાત લેશે. ત્યાર પછી સર્કિટ હાઉસ પ્રેસ ને સંબોધશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ દિગ્ગુભા જાડેજાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.