મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે 14 મી વખત બિનહરીફ ચૂંટાતા ચંદ્રકાન્ત ખાખરિયા

મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે 14 મી વખત બિનહરીફ ચૂંટાતા ચંદ્રકાન્ત ખાખરિયા
Local | Jamnagar | 31 August, 2024 | 02:17 PM
જામનગર તા.31
જામનગર ખાતે મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ જામનગરના પ્રમુખ તરીકે 14મી વખત ચંદ્રકાન્ત ખાખરીયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
વેજુમાં હોલમાં મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંધ જામનગરની સામાન્ય સભા અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા સહકારી બેંક ચેરમેન જીતુભાઈ લાલ, રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગુભા જાડેજા, હસમુખભાઈ હિંડોચા, શિક્ષણ સમિતિ, જામનગરના ચેરમેન મનિષભાઈ કનખરા, શિક્ષણ સમિતિ, જામનગરના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ તથા શિક્ષણ સમિતિના સભ્યોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો.
ઉપરોક્ત સામાન્ય સભામાં પ્રમુખ તરીકે ચંદ્રકાંત ખાખરીયાની સતત 14 મી વખત બિનહરીફ વરણી કરવામાં આવી તેમજ મહામંત્રી તરીકે રાકેશભાઈ માકડિયા, ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ અને કિશોરસિંહ વાળા તેમજ સહમંત્રી તરીકે સંજય મેસિયા, સંજય ચાંદ્રા, હેતલબેન પંચમતિયા અને ખજાનચી તરીકે દિપક ગલાણી સહિત કુલ 21 કારોબારી સભ્યોની વરણી કરવામાં આર્વ. હતો.
આ કાર્યક્રમમાં વર્ષ 2023-24માં નિવૃત થયેલ કુલ 21 પ્રાથમિક શિક્ષક અને કર્મચારીઓને તેમના જીવનના અમુલ્ય વર્ષો શિક્ષણ સેવામાં આપીને નિવૃત્ત થયા એ તકે સન્માનિત કરવામાં આવેલ હતા. પ્રાથમિક શિક્ષક સંઘની કામગીરીનો અહેવાલ તેમજ શિક્ષકોના પ્રશ્નો ઉકેલની સમીક્ષા કરી આગામી પડતર પ્રશ્નો ઉકેલવા સંઘ કટિબદ્ધ હોવાની અને વિવિધ કાર્યક્રમો મારફત પ્રશ્નો ઉકેલવા અંગે સમીક્ષા કરવામાં આવેલ હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય દિવ્યેશમાઈ અકબરીએ શિક્ષકના પ્રશ્નો અંગે હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા થતી કામગીરીને નોંધ લઇ બિરદાવી હતી.
તેમજ આગામી વર્ષમાં બંને ધારાસભ્યો દ્વારા અંગ્રેજી માધ્યમની એક-એક શાળા એમ કૂલ બે સરકારી શાળાઓ શરૂ કરવાની કામગીરી પ્રગતિમાં હોઈ આગામી વર્ષથી બે અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓ શરૂ કરવામાં આપશે એમ જણાવી શિક્ષણના ક્ષેત્રે ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો સરકારી શાળામાં હોઈ સમાજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ ફ્રી મેળવી શકે તે માટે શિક્ષણ સમિતિની કામગીરીને આવકારી હતી.
આ કાર્યક્રમમાં જીતુભાઈ લાલ, મનીષભાઈ કનખરા, દિગ્વિજયસિંહ જાડેજા અને હસમુખભાઈ હિંડોચાએ સંબોધન કરી શિક્ષકોના હક, ફરજ અને સામાજિક ઉત્તરદાયિત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.કાર્યક્રમનું સંચાલન હરિદેવ ગઢવી. ચિરાગ સચાણીયા અને કૌશિક ચુડાસમાએ કરેલ તેમજ આભારવિધિ સંજય મેસીયા એ કરી હતી.