જામનગર પોલીસ દ્વારા 41 લોકોને બચાવાયા

જામનગર પોલીસ દ્વારા 41 લોકોને બચાવાયા
Local | Jamnagar | 31 August, 2024 | 02:15 PM
જામનગર તા.31: જામનગર શહેર-જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાતા તેમનું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. ત્યારે પંચકોશી બી અને સિક્કા પોલીસ તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને સગર્ભા મહિલાઓ, બાળકો સહિત 41 લોકોનું રેસ્ક્યુ કરીને સલામતી સ્થળે પહોંચાડી અને દઈ સગર્ભાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
એસપી સહિતના પોલીસ અધિકારીઓએ મુલાકાત લઈને જરૂરી વ્યવસ્થા કરાવી હતી. મેઘતાંડવના કારણે જામનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. હાલ પણ અમુક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે.
ત્યારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ.કાંટેલીયા સહિતના પોલીસ જવાનોની ટીમોએ દરેડમાં તેમજ ચેલા-ર વિસ્તારમાં પાંચ સગર્ભા મહિલાઓ અને બાળકો, પુરૂષો સહિત 29 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે સ્થળાંતર કરીને ભોજનની વ્યવસ્થા કરાવવામાં આવી હતી. તેમજ સગર્ભા મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ દરમ્યાન સિક્કા પોલીસે 8 બાળકો, 3 મહિલા અને પુરૂષનું વાડી વિસ્તારમાં રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.