ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવતા જામકંડોરણાના દાસભાઈ ગજેરા
.jpg?w=780&resize=780,470&ssl=1)
ભગવાન દ્વારકાધીશને 52 ગજની ધ્વજા ચડાવતા જામકંડોરણાના દાસભાઈ ગજેરા
Local | Dhoraji | 31 August, 2024 | 11:58 AM
ખેડૂતોના સારા પાક માટે કરાયેલ પ્રાર્થના
(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી તા.31
જન્મભૂમિ જામકંડોરણા અને કર્મભૂમિ સુરત છે એવા દાસભાઈ ગજેરાએ ખેડુતોના સારા પાક માટે ભગવાન દ્વારકાધીશના ચરણે શીશ ઝુકાવી 52 ગજની ધ્વજા ચડાવી હતી.
મુળ જામકંડોરણાના હાલ સુરત સ્થાયી થયેલા દાસભાઈ ગજેરા દ્વારા મુળ વતન જામકંડોરણાથી સાધુ, સંતો, બ્રાહ્મણો, મંદિરના પુજારી, સહિતના લોકોને ટ્રાવેલ્સ મારફતે બહોળી સંખ્યામાં દ્વારકા લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બધાની સાથે સાથે 750 બ્રાહ્મણોને બ્રહ્માપુરીની વાડી ખાતે બ્રહ્મભોજન કરાવીને દ્વારકામાં વસવાટ કરતા બ્રાહ્મણોને અનાજની કીટ વિતરણ કરવામાં આવેલ હતી.
આમ દાસભાઈ ગજેરા અને તેમના મીત્ર મંડળ ભગવાન દ્વારકાધીશ પ્રત્યે ખાસ શ્રધ્ધા ધરાવે છે આ તકે તેઓએ સારા પાક માટે પ્રાર્થના કરેલ હતી. આ તકે દાસભાઈ ગજેરા (સોમનાથ ગ્રુપ સુરત), પ્રવિણભાઈ ભાલાળા (સુરત), પ્રવીણભાઈ લાખાણી (રોયલ ગ્રુપ ધોરાજી), નાથાલાલ બાલધા, હીતેષભાઈ ગધેથરીયા સહીતના પરીવારજનો, મીત્રો, સબંધીઓ, સ્નેહીજનોએ બહોળી સંખ્યામાં હાજર રહી બાવન ગજની ધજા ચડાવી દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવેલ હતી.