રવિવાર કે જાહેર રજાઓમાં શાળાઓ શરૂ રહેશે તો કોંગ્રેસ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે: પ્રવકતા રોહિતસિંહ રાજપૂત
.jpg?w=780&resize=780,470&ssl=1)
રવિવાર કે જાહેર રજાઓમાં શાળાઓ શરૂ રહેશે તો કોંગ્રેસ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે: પ્રવકતા રોહિતસિંહ રાજપૂત
Local | Rajkot | 31 August, 2024 | 04:32 PM
પરીક્ષા પહેલા કોર્ષ અધુરો રહે તેવી દહેશતથી છાત્રો- વાલીઓમાં મુંજવણ
રાજકોટ,તા.31
જાહેર રજાઓમા કે રવિવારે શાળાઓમા શૈક્ષણિક કાર્ય શરૂ હોય તો જે વિદ્યાર્થી સંગઠનના પ્રતિનિધિઓ શાળાઓ બંધ કરાવવા નીકળતા હોય તે અચાનક રવિવાર સહિતની રજાઓમા શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવાના સમર્થનમા આવે તે કાંઇક અજીબ લાગે પરંતુ કોંગ્રેસના પ્રવક્તા અને વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે આ અંગે જણાવ્યુ હતુ કે રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલોમા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ ફાયર એનઓસી ફરજીયાતના નિયમના કારણે રાજકોટની અનેક શાળાઓ સીલ થઈ હતી.
જેના કારણે નવા વર્ષના શૈક્ષણિક કાર્ય શરૂ થતા 8-10 દિવસ જેટલી રજાઓ પડી હતી અને બીજી તરફ જન્માષ્ટમીના વેકેશન સમયે સમગ્ર રાજ્યમા અતિભારે વરસાદના કારણે રાજ્યસરકારે બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ શાળાઓ બંધ રાખવાની સૂચના આપી હતી જેથી જન્માષ્ટમી વેકેશન થોડુ લંબાયા બાદ વધારાના 4-5 દિવસની રજાઓ પડી હતી .
એટલે પ્રથમ શૈક્ષણિક સત્રના મર્યાદિત સમયના દિવસોમા 15-16 દિવસની ઘટ આવે તે સ્વાભાવિક છે. આ મહિનામા અન્ય અનેક જાહેર રજાઓ તેમજ વિશેષ નવરાત્રી પણ આવનાર છે ત્યારે પ્રથમ સત્રની પરીક્ષાઓ પહેલા જે શૈક્ષણિક કોર્ષ પૂર્ણ કરવાનો થતો હોય છે તે કોઇ સંજોગે પૂર્ણ ના થાય જેથી બાળકોની પરીક્ષાઓના પરિણામો તેની ગંભીર અસર વર્તાય શકે છે બીજી તરફ જો ઝડપી રીતે કોર્ષ પૂર્ણ કરવામા આવે તો બાળકોના અભ્યાસ અર્થે જોખમકારક છે.ઉપરોક્ત બાબતોની વિદ્યાર્થીનેતાઓને રાજકોટના જાગૃત વાલીઓએ ધ્યાન દોરતા અપીલ કરી હતી આ અંગે રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થી સંગઠનોનો માટે વિદ્યાર્થીઓનુ હિત પ્રાથમિકતા હોય છે.
જેથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કોર્ષ પૂર્ણ થાય તે ખુબ અગત્યનુ છે જેથી રવિવાર કે જાહેરરજાઓમા શાળાઓ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થીઓના વાલીઓની સહમતિથી શરૂ રાખતા હોય તો અમારો સંપૂર્ણ સહયોગ રહેશે.
અમારો કે કોઇ પણ વિદ્યાર્થી પ્રતિનિધિઓનો હેતુ ક્યારેય બાળકોના શૈક્ષણિક કાર્ય બગાડવાનો હોતો નથી પરંતુ વાલીઓ કે વિદ્યાર્થીઓની ફરિયાદો મળ્યા બાદ જ અમે જાહેર રજાઓમા સ્કૂલો પર રજૂઆત માટે જતા હોય છે અને બંધ કરાવતા હોય છે.
વાલીઓની આ રજૂઆત બાબતે અમે શિક્ષણવિદો સાથે ચર્ચા કર્યા બાદ આ ગંભીર બાબત હોવાથી અમે જરૂર પડ્યે જે તે સ્કૂલ સંચાલકોને સામે ચાલીને આ અંગે ધ્યાન દોરીશુ કે મોટા ધોરણોના બાળકોનો શૈક્ષિણિક કોર્ષ પૂર્ણ કરવામા રવિવાર કે અન્ય રજાઓનો સદઉપયોગ કરે તો અમારો સહયોગ સપૂર્ણ રહેશે.