બ્રેકીંગ ન્યુઝ
એક સમય પછી ખેલાડી માટે પૈસા મહત્ત્વના નથી…', રોહિત શર્મા માટે આવું કેમ બોલ્યો અશ્વિન?


આગામી આઈપીએલ 2025 માટેની ઓક્શન પ્રક્રિયા નજીકના સમયમાં શરુ થશે. અત્યાર સુધી બીસીસીઆઈએ રિટેન્શન અંગેના નિયમોની જાહેરાત કરી નથી. તે પહેલા અનેક અફવાઓ બહાર આવી રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે કોઈ નવી ટીમ સાથે જોડાઈ શકે છે. પંજાબ કિંગ્સે પણ હિટમેનને પોતાની ટીમમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. દિલ્હી કેપિટલ્સની નજર પણ તેના પર છે.