Aravalli News : શામળાજી નજીક પોલીસ અને બુટલેગરની કાર સામસામે, પોલીસને જોઈ બુટલેગર પૂરપાટ ઝડપે કાર સાથે ફરાર

અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક બોર્ડર વિસ્તારમાં બુટલેગરો બેફામ બન્યા છે, પોલીસ અને બુટલેગરની કાર સામસામે આવી જતા બુટલેગરને પરસેવો છૂટી ગયો હતો, તો LCB પોલીસની ગાડી જોઈને બુટલેગરે પૂરપાટ ઝડપે કાર દોડાવી હતી અને બુટલેગર કાર લઈને ફરાર થઈ ગયો હતો તો પોલીસ પણ બુટલેગરને શોધતી રહી પણ બુટલેગર હાથમાં ના આવ્યો.
પોલીસને જોઈ રિવર્સમાં પૂરપાટ ઝડપે કાર દોડાવી
અરવલ્લી જિલ્લાની બોર્ડર પરથી બુટલેગરો દારૂ ઘુસાડતા હોય છે, આવી જ એક ઘટના બોર્ડર નજીક બની હતી જેમાં બુટલેગર કારમાં દારૂ લઈને આવી રહ્યો હતો અને તે બાતમી એલસીબી પોલીસની મળી હતી જેના કારણે પોલીસ બુટલેગરની નજીક તો પહોંચી ગઈ પરંતુ બુટલેગર કારને રીવર્સ મારીને ફરાર થઈ ગયો હતો, પોલીસ ટીમ જોતી રહી અને નજરની સામે બુટલેગર ફરાર થતા પોલીસનું નાક કપાયું હતુ, અંધારામાં બુટલેગર પૂરપાટ ઝડપે કાર સાથે ફરાર થયો હતો.
શામળાજી નજીક બોર્ડર વિસ્તારમાં બુટલેગરો બેફામ
એલસીબીની ટીમ દારુ ભરેલી કાર ઝડપવા પહોંચી હતી અને પોલીસને બાતમી હતી કે કારમાં દારૂ છે, ત્યારે પોલીસને જોઈ બુટલેગર આંતરિયાળ ગામડાઓમાંથી ફરાર થઈ ગયો હતો, અરવલ્લી જિલ્લામાં પોલીસ બુટલેગરને લઈ સતર્ક રહેતી હોય છે પરંતુ આ બુટલેગરની ચતુરાઈ જોઈને પોલીસ પણ તેને પકડી શકી નથી અને પોલીસની સામે જ બુટલેગર ફરાર થઈ ગયો હતો, પોલીસના માણસો સામે કાર લઈને જતા રહ્યા અને કારમાંથી નીચે ઉતર્યા નહી અને બુટલેગરને મોકો મળતા તે કાર રીવર્સ મારીને ફરાર થઈ ગયો હતો, કારમાં દારૂ હતો.