બ્રેકીંગ ન્યુઝ

Gujarat News: ગુજરાત કોંગ્રેસની કમાન ફરીવાર અમિત ચાવડાને સોંપવામાં આવી, તુષાર ચૌધરીને વિધાનસભામાં પક્ષના નેતા બનાવાયા


ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ કાર્યભાર ધારાસભ્ય શૈલેષ પરમારને સોંપવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે કોંગ્રેસના નેતાઓની અવર જવર ચાલુ હતી. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને ફરીવાર કોંગ્રેસની કમાન સોંપવામાં આવી છે.આ ઉપરાંત તુષાર ચૌધરીને વિધાનસભામા કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે.
શક્તિસિંહના રાજીનામા બાદ નવા પ્રદેશ અધ્યક્ષ 
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જગદીશ ઠાકોરને કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન કંગાળ રહેતા પક્ષની કમાન રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી હતી. શક્તિસિંહે પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ કોંગ્રેસ બનાસકાંઠાની લોકસભા બેઠક પર જીતી ગઈ હતી. ત્યાર બાદ કડી અને વિસાવદર બેઠક પર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસનો કારમો પરાજય થતાં શક્તિસિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. 
અમિત ચાવડા આંકલાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે
ગુજરાત કોંગ્રેસની કમાન પાટીદારોના હાથમાં સોંપવા માટે અનેક પ્રયાસો હાથ ધરાયા હતાં. કોંગ્રેસના પાટીદાર નેતાઓ ઘણી વખત દિલ્હી ખાતે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી ચૂક્યા હતાં. બીજી બાજુ કોળી સમાજમાંથી પણ પક્ષના નેતા બનાવવામાં આવે તે માટે પ્રયત્નો હાથ ધરાયા હતાં.  પરંતુ હાઈ કમાન્ડે ફરીવાર અમિત ચાવડા પર વિશ્વાસ રાખીને તેમને ગુજરાત કોંગ્રેસની કમાન સોંપી છે.  અમિત ચાવડા આંકલાવ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. 
 



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!