Arvalli News : અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત, દૂધના પાઉચ ભરીને સ્થાનિકોને મફતમાં આપ્યા

અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો આજે ચોથા દિવસે પણ વિરોધ યથાવત રહ્યો છે, પશુપાલકો ડેરીમાં દૂધ ભરીને વહેલી પરોઢે લોકોને પાઉચ બનાવી મફત વહેંચી રહ્યા છે, જ્યારે મોડાસાના જાલોદર ગામે પશુપાલકોએ સતાધીશોની નનામી બનાવી ઠાઠડી બાળી વિરોધ દર્શાવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો વિરોધ યથાવત
સાબરકાંઠા અરવલ્લીની કામધેનુ ગણાતી સાબરડેરી દ્વારા પશુપાલકોને આપતો ભાવફેર ફક્ત નવ ટકા જ આપ્યો છે, જે ગત વર્ષની તુલનામાં 50 % જ છે ત્યારે પશુપાલકો ખૂબ આકરા મૂડમાં છે આજે ચોથા દિવસે પણ પશુપાલકો વિરોધ દર્શાવી રહ્યા છે, દૂધ મંડળીમાં દૂધ ભરતા નથી અને સત્તાધીશોની નનામી કાઢીને પૂતળા દહન પણ કરી રહ્યાં છે, ત્યારે આજે મોડાસાના જાલોદર ગામે આજે સત્તાધીશોની નનામી સાથે અંતિમ યાત્રા કાઢી હતી પ્લે કાર્ડ રાખી સૂત્રોચ્ચાર કરીને પુતળા દહન કરાયુ હતું, આજે અરવલ્લી જિલ્લામાં સતત ચોથા દિવાસે પશુપાલકો પોતાની મંડળીમાં દૂધ ભરતા નથી અને વિરોધ નોંધાવી રહ્યા છે.
ચાર દિવસથી પશુપાલકો કરી રહ્યાં છે વિરોધ
દરેક પશુપાલકોને દૂધનો વાર્ષિક ભાવફેર આવે એનાથી ચોમાસુ ખેતી ,બાળકોના અભ્યાસ ની તેમજ સામાજિક કામકાજોના આયોજન કરેલ હોય છે વાર્ષિક દૂધનો જે નફો આવે એમાંથી જ આ બધા આયોજનો પાર પડતા હોય છે, ગત વર્ષે 20 ટકા જેટલો દુધનો ભાવફેર આપ્યો હતો જે આ વર્ષે ફક્ત નવ ટકા આપ્યો જેથી તમામ પશુપાલકોના આયોજનો ખોરવાઈ જતા હોય છે, પાશુપાલકોની આજીવિકા દુધ પર નભતી હોય છે ત્યારે આજે ચોથા દિવસે પશુપાલકો લડી લેવાના મૂડમાં છે.