બ્રેકીંગ ન્યુઝ
BIG NEWS: ભાજપની ઈચ્છા પૂરી થઈ, હરિયાણામાં બદલાઈ ચૂંટણીની તારીખ, જાણો ક્યારે આવશે પરિણામ


હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખમાં ફેરફાર કર્યો છે. હવે પહેલી ઓક્ટોબરના બદલે પાંચમી ઓક્ટોબરે મતદાન થશે. આ ઉપરાંત હરિયાણા અને જમ્મુ-કાશ્મીર બંને રાજ્યોમાં મત ગણતરીની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બંને રાજ્યોમાં મતગણતરી હવે ચોથી ઓક્ટોબરને બદલે આઠમી ઓક્ટોબરે થશે.