બ્રેકીંગ ન્યુઝ
અમદાવાદ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટર 9 હજારની લાંચ લેતા પકડાયા, ACBએ છટકું ગોઠવીને રંગે હાથ ઝડપ્યા


ગુજરાત એન્ટી કરપ્શન બ્યૂરોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઈન્સ્પેક્ટરને 9 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં ભાડાની ઑફિસની આકારણી ઓછી કરવા પેટે 10 હજારની લાંચ માગી હતી. ACBએ રાયસણ, ગાંધીનગરના રહેવાસી સંજયકુમાર જયંતિભાઇ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને CARE પ્રોગ્રામ હેઠળ અગાઉ પણ ભ્રષ્ટાચારી સામે લડત આપવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.