બ્રેકીંગ ન્યુઝ
કેન્સર હોસ્પિટલ પહોંચ્યા સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર, પીડિત બાળકોનો વધાર્યો જુસ્સો, લોકોના વખાણ


T20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તે હાલમાં મુંબઈ તરફથી બુચી બાબુ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યો છે. આ દરમિયાન તેની કેટલીક તસવીરો સામે આવી જેમાં સૂર્યકુમાર યાદવ અને શ્રેયસ અય્યર મુંબઈ ટીમના ખેલાડીઓ સાથે કોઈમ્બતુરની શ્રી રામકૃષ્ણ હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં તેઓ કેન્સરથી પીડિત બાળકોને મળ્યા હતા.