દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ

કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે
દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ
Gujarat | Rajkot | 31 August, 2024 | 02:49 PM
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાની વિશેષ ઉપસ્થિતિ
રાજકોટ, તા.31
કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીના હસ્તે દેશના પાંચ રાજ્યમાં પોષણ ટ્રેકર એપમાં ફેસ ઓથેન્ટિકેશન ફીચરના પાયલોટ પ્રોજેક્ટનો આરંભ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલી સેક્ટર -3 ન્યૂ ની આંગણવાડીની મુલાકાત કેન્દ્રીય મહિલા અને બાળ વિભાગના મંત્રી અન્નપૂર્ણા દેવીએ લીધી હતી. આ પાયલોટ પ્રોજેકટનો આરંભ કારવ્યો હતો.
ગાંધીનગર ખાતે આંગણવાડીની મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી નો પ્રેમાળ સ્વભાવથી નાના ભૂલકાઓ તેમની સાથે હળીમળી ગયા હતા. તેમની ઉપસ્થિતિમાં કાર્યકર બેન પાસે નિયમિત કેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, તેને નિહાળી હતી. કેન્દ્રીય મંત્રી નાના ભૂલકાઓના બાળ ગીત સાથેના નૃત્ય, શાકભાજી-ફળ ની ઓળખ કરવાની ક્ષમતા, રંગ ઓળખ જેવી બાબતોથી ખુશ થયા હતા. તેમણે ભૂલકાઓ સાથે વાતચીત કરીને બાળકોને સુખડી ખવડાવી હતી. તેમણે આંગણવાડીના ઈન્ફરાસ્ટ્રક્ચરનું પણ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
ત્યારબાદ કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ગુજરાતના મંત્રી ભાનુબેન બાબરીયાએ ગુજરાત રાજ્ય સહિત દેશના પાંચ રાજ્યમાં અમલી થનાર પાયલોટ પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું હતું. અને સગર્ભા, ધાત્રીમાતાને પોષણ ક્ષમ પેકેટનું પાયલોટ પ્રોજેક્ટ થકી વિતરણ કર્યું હતું.