ગિરિરાજ સિંહે કહ્યું, રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવી દેશે

ગિરિરાજ સિંહે કહ્યું, રાહુલ, અખિલેશ અને તેજસ્વીની સરકાર બનશે તો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવી દેશે
India, Politics | 31 August, 2024 | 03:08 PM
ઈન્ડીયા ગઠબંધન મુસ્લિમોનું રક્ષણ કરે છે : ગિરિરાજ સિંહ
બિહાર.તા.31
કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ફાયર બ્રાન્ડ લીડર ગિરિરાજ સિંહે ફરી એકવાર ઈન્ડિયા એલાયન્સ પર પ્રહારો કર્યા છે. બેગુસરાયમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે મોટું નિવેદન આપ્યું હતું.
ગિરિરાજ સિંહે કહ્યું કે, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી મુસ્લિમ વોટ બેંકના ઠેકેદારો છે. જો તેમની સરકાર સત્તામાં આવશે તો તેઓ શુક્રવારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં રજા જાહેર કરશે. જો દેશમાં રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને તેજસ્વી યાદવની સરકાર બનશે તો આ લોકો ભારતને પાકિસ્તાન અને બાંગ્લાદેશ બનાવી દેશે.
તેમણે કહ્યું કે કોઈ હિંદુએ ક્યારેય એવું નથી કહ્યું કે જો મંગળવારે હનુમાનજીની પૂજા કરવામાં આવે, સોમવારે મહાદેવની પૂજા કરવામાં આવે અથવા અન્ય દિવસોમાં અન્ય દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે તેથી તે દિવસે રજા આપવામાં આવે. પરંતુ વોટબેંકની રાજનીતિ કરનારા તેજસ્વી યાદવ, રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા લોકો ન માત્ર મુસ્લિમોનું રક્ષણ કરે છે.
પરંતુ તેમની વાતનો અમલ પણ કરી રહ્યાં છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતમાં ’એક દેશ અને એક કાયદો’ જ ચાલશે. આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા અને આસામ વિધાનસભાનો આભાર માનતાં તેમણે કહ્યું કે આસામ સરકાર દ્વારા એક દેશ એક કાયદો લાગુ કરવામાં આવી રહ્યો છે અને તેથી તેઓને ધન્યવાદ.