બ્રેકીંગ ન્યુઝ
4-5 સપ્ટેમ્બરે મોદી સિંગાપુરના પ્રવાસે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવા પ્રયત્ન કરાશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર ૪-૫ તારીખે સિંગાપુરની યાત્રાએ જવાના છે. આ માહિતી આપતાં વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે જણાવ્યું હતું કે આ મુલાકાત અત્યંત મહત્વની બની રહેવાની છે. આ દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધો વ્યૂહાત્મક દ્રષ્ટિએ મજબૂત કરવા સઘન પ્રયાસો થશે.