વીવીપી કોલેજ દ્વારા રાષ્ટ્ર કોન્ફરન્સનું આયોજન

વીવીપી કોલેજ દ્વારા રાષ્ટ્ર કોન્ફરન્સનું આયોજન
Local | Rajkot | 31 August, 2024 | 04:34 PM
સસ્ટેઈનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયન વિષય પર ચર્ચા થશે
રાજકોટ, તા.31
વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજ અને પ્રજ્ઞા સભા-સૌરાષ્ટ્ર પ્રાંત ના સહયોગથી તારીખ 08 સપ્ટેમ્બર, ર0ર4 – રવિવારના રોજ “સસ્ટેઇનેબલ વોટર સોલ્યુશન ફોર સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રીજીયન” વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન ને લઈ સમગ્ર આયોજન ની ટીમ દ્વારા સૌરાષ્ટ્રની તમામ એન્જિનિયરિંગ, સાયન્સ, કોમર્સ, આર્ટસ, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓમાં રૂબરૂ મુલાકાત લઈ પ્રચાર અને પ્રસાર કરેલ તેના ફળ સ્વરૂપે બહોળો અને વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. 8મી સપ્ટેમ્બર ની નેશનલ કોન્ફરન્સ માટે હાલમાં કોન્ફરન્સમાં અંદાજિત 100થી વધુ વિદ્યાર્થીઓ, રિસર્ચ સ્કોલર અને શિક્ષકો દ્વારા રજીસ્ટ્રેશન થયેલ છે તેઓ દ્વારા 60થી વધુ સંશોધનપત્રો આવી ગયેલ છે અને હજુ પણ વધુ સંશોધન પત્રો આવવાના ચાલુ જ છે.
આ તમામ પત્રો હાલમાં વિવિધ વિષય નિષ્ણાંતો દ્વારા ચકાસણી કરવામાં આવે છે તથા ચકાસણી થયેલ પત્રો ના લેખકોને તેમનો પ્રતિભાવ પણ આપવામાં આવે છે.
આ સમગ્ર કોન્ફરન્સને સફળ બનાવવા માટે પ્રજ્ઞાસભાના હોદ્દેદારો ડો. મનીષભાઇ શાહ, ડો.નિલયભાઇ પંડયા, ડો. નવનીતભાઇ ઘેડીયા, ડો. વીરેન્દ્રભાઇ પટેલ, ડો. ડેવીડભાઇ ધ્રુવ, ડો. અતુલભાઈ ઉપાધ્યાય, ડો.આશીશભાઈ મકવાણા તથા વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સીપાલ ડો. પિયુષભાઇ વણઝારા તથા સમગ્ર કર્મચારીઓ સતત જહેમત ઉઠાવી રહ્યા છે.