બ્રેકીંગ ન્યુઝ
સપ્ટેમ્બરમાં આફત બનીને વરસશે મેઘરાજા: ગુજરાત સહિત સાત રાજ્યોમાં ઍલર્ટ


ઑગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદને લઈને દેશભરમાં મેઘતાંડવના દ્રશ્યો જોવા મળ્યાં છે. ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદને પગલે પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. આ સાથે અતિભારે વરસાદને કારણે તારાજીના સર્જાયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી મહિનામાં ગુજરાત સહિત સાત રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.