બ્રેકીંગ ન્યુઝ
બેગુસરાયમાં કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પર હુમલો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો


કેન્દ્રીય મંત્રી અને બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહ પર યુવકે હુમલો કર્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ બેગુસરાયના બલિયામાં જનતા દરબારમાંથી બહાર આવી રહ્યા હતા, ત્યારે યુવકે કેન્દ્રીય મંત્રીને મુક્કો મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો હતો. જો કે, ગિરિરાજ સિંહ સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા નથી. આ ઘટના બાદ પોલીસે કેન્દ્રીય મંત્રીની સુરક્ષા વધુ કડક કરી હતી.