બ્રેકીંગ ન્યુઝ
NDAના નિર્ણયોની વિરુદ્ધ કેમ જઈ રહી છે JDU? નીતિશ કુમાર ફરી પલટી મારે તેવી અટકળો તેજ


કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને ભાજપના નેતૃત્વમાં બધું બરાબર ચાલી છે કે નહીં તેને લઈને અટકળો છે. મળતી માહિત પ્રમાણે, ક્યારેક મહારાષ્ટ્રમાં તો ક્યારેક બિહારમાં ગઠબંધનના નેતાઓ NDAના નિર્ણયો સામે અવાજ ઉઠાવતા હોવાથી આંતરિક મતભેદો હોય તેવું લાગે છે. જેમાં ક્યારેક ચિરાગ પાસવાસનું NDAથી અલગ વલણ તો ક્યારેક નીતિશની પાર્ટીના નેતાઓના નિવેદનો દર્શાવે છે કે, NDAમાં બધું બરાબર નથી. હવે JDU વિધાનસભામાં જુમ્મા બ્રેક સમાપ્ત કરવાના આસામ સરકારના નિર્ણયનો વિરોધ કરી રહી છે.