બ્રેકીંગ ન્યુઝ
19 છગ્ગા સાથે 55 બોલમાં 165 રન ફટકાર્યા: T20માં LSGના બેટરે તોફાન મચાવ્યું


ભારતીય ભૂમિ ખેલાડીઓથી ભરેલી છે. જ્યારે એક સંન્યાસ લઈ લે છે તો બીજો તેની જગ્યા લેવા તૈયાર જોવા મળે છે. એક તરફ ટીમ ઈન્ડિયાના T20 ફોર્મેટમાંથી સંન્યાસ લીધા બાદ રોહિત શર્મા, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા ટેસ્ટ અને વન ડે પર ફોકસ કરી રહ્યા છે તો બીજી તરફ તેમનું સ્થાન લેવાની રેસમાં યુવા બેટ્સમેનો મેદાન પર પોતાને સાબિત કરવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે. તેમાંથી એક છે આયુષ બડોની છે. IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમમાં સામેલ રહેલા આ યુવા બેટ્સમેને દિલ્હી પ્રીમિયર લીગની પહેલી જ સિઝનમાં એ કરી બતાવ્યું જેનું દરેક લોકો સપનું જોતા હોય છે.