
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડાૅ. પ્રવીણ તોગડીયા દહેગામના ઉત્કંઠેશ્વર મહાદેવ નજીક એક ગૌશાળાના ઉદ્ઘાટનમાં હાજરી આપતા પહેલા તેઓ બાયડ તાલુકાના આંબલીયારા ખાતે મેલાજી શંકરજી મુળી પરમારની બાયડ તાલુકાના આંબલીયારા ખાતે આવેલ ઓફિસે પહોંચ્યા હતા ત્યારબાદ તેઓ લીંબના હિતેન્દ્રસિંહ ચૌહાણની મુલાકાતે ગયેલ ત્યાંથી વાવડી જઈ પરત ઉટરડાના કલ્પેશ શાહના ફાર્મ હાઉસ ખાતે રેસ્ટ માટે રોકાયા હતા.
ત્યારબાદ ગૌશાળાના ઉદ્ઘાટનમાં હાજરી આપવા રવાના થયા મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું કે ભારતમાં હિન્દુઓની સ્થિતિ બાંગ્લાદેશ જેવી ન થાય તે માટે આપણે સૌએ એક થવું જોઈએ દરેકે એક થઈને હિન્દુ ધર્મની રક્ષા કરવી જોઈએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ તમારી સાથે છે તમને આરોગ્ય, સામાજિક, ધાર્મિક, યા હિન્દુઓને લગતી કોઈપણ સમસ્યા હોય તો તમે અમને જણાવશો અમે તમને ચોક્કસ મદદરૂપ થઈશું તેમને પોતાનો હેલ્પલાઇન નંબર પણ આપ્યો હતો અને છેલ્લે હિન્દુ એક થાય હિન્દુત્વની રક્ષા કરે એ માટે સંકલ્પ લેવડાવ્યો હતો.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લાની આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમના નવનીતભાઈ સોની તથા અન્ય કાર્યકર્તાઓ ઉપરોક્ત તમામ સ્થળે ઉપસ્થિત રહી અને કાર્યકરો તેમજ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.