અપરાધ
Trending

એક રાતમાં 3 હત્યા ; દિવાળીએ ખૂની હોળી

ફટાકડા ફોડવા બાબતે બે યુવકની હત્યા થઈ

દિવાળીની રાત્રે જાણે ખૂની હોળી ખેલાઈ હોય તેમ એક રાતમાં હત્યાના ત્રણ-ત્રણ બન્યા હતા.

પ્રથમ બનાવ- ભાવનગર જિલ્લાના હાથબ ગામે ફટાકડા ફોડતી વખતે વખતે ગાળો બોલવાની ના પાડતા ચાર શખ્સોએ છરીના ઘા મારી આધેડની હત્યા નિપજાવી છે. બુધાભાઈ બારૈયા નામના આધેડ પોતાના ઘર પાસે ગાળો ન બોલવા અને ફટાકડાના ફોડવા માટે જણાવતા ચાર શખ્સો ઉશ્કેરાયા હતા. જેઓએ બુધાભાઈને પાઇપ તથા છરીઓના ઘા ઝીંકતા લોહીલુહાણ હાલતમાં ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે લાવતા બુધાભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી ગઈ હતી અને ઘોઘા પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બીજો બનાવ- ભાવનગર શહેરના ઘોઘા રોડ બાલયોગીનગર વિસ્તારમાં બન્યો છે. અહીં સોમનાથ રેસિડેન્સી પાસે ડૉ. શિવરાજભાઈ લાખાણી પોતાના એક્ટિવા પર જઈ રહ્યા હતા. તે વેળાએ ફટાકડા ફોડતા શખ્સોને દૂર ખસી જવાનું કહેતા બંને વચ્ચે બોલચાલી થતા ભાવિન અને અન્ય ત્રણ શખ્સોએ હુમલો કરતા શિવરાજભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા મૃતકની લાશને પી.એમ માટે ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ત્રીજો બનાવ- ગંગાજળિયા પોલીસ મથક વિસ્તારમાં  ખારગેટ વિસ્તારમાં આવેલા ગજ્જરના ચોક પાસેનો છે. રાવણા ઉર્ફે ફરદીન સાથે બે શખ્સો દ્વારા બોલચાલી થઈ હતી અને ઘર્ષણ થતાં બંને શખ્સોએ પાઇપ તથા છરી વડે રાવણા ઉર્ફે ફરદીનને શરીરના ભાગે ઈજાઓ થતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરદીનનું મોત નીપજ્યું હતું, આ બનાવનું ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!