LIVE TVઅપરાધ

આણંદ માં ખાડો ખોદે તે પડે જેવો ઘાટ કલેકટર કચેરીમાં ઘડાયો

જો કે અહી કેટલાક ઈર્ષાખોરો માટે સબક પણ બન્યો છે.

આણંદ ના તત્ક્લીન કલેકટર ગઢવી ને પાણીચું પકડવા માટે કાવતરું કરનારા પોતેજ પાણીચું પકડે તેવો ઘાટ બન્યો છે. હાલ અત્યંત ચર્ચા પામેલ આણંદ કલેકટર ગઢવી કેસ ની વાત કરીએ તો ફરતા થયેલા વાઈરલ વિડીયો અંગે પોલીસ વિભાગનો તપાસનો દોર શરુ થયો હતો અને અનેક નિવેદનો અને તપાસમાં તત્કાલીન નિવાસી કલેકટર ,ચીટનીશ અને કોઈ ખાનગી વ્યક્તિ દ્વારા કાંડ કરવામાં આવ્યું હોવાનું જણાતાં કેતકીબેન, જયેશભાઈ અને હરીશભાઈ નામની વ્યક્તિઓ સામે પોલીસ સ્ટેશનમાં ગુન્હો  નોધવામાં આવ્યો છે.

વિડીયો જોઈ ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરજો જેથી નવા સમાચાર જલ્દી જોઈ શકો.

સરકારી ઓફીસ માં ખાનગી કેમેરા ગોઠવી અને ષડ્યંત્ર કરી અધિકારી ને પોપટ પકડાવી દેવાની વાત કરનારા ને પોપટ પકડવાનો વારો આવ્યો છે. (અહી પોપટ પકડવાની વાત નો અનર્થ ન કરવા વાચકો ને જણાવવામાં આવે છે) જો કે કાવતરું કરનાર ને ખબર ન હતી કે પોતે ખોદેલા ખાડામાં પોતાને પડવાનો વારો આવશે.

જો કે તંત્રમાં અંદરો અંદર દ્વેષ ભાવ રાખતા કર્મચારીઓ માં આ વાત ચર્ચાને સ્થાન ઉપર હતી. તો કેટલીક જગ્યા એ એમ પણ કહેવાતું હતું કે ઘર ફૂટે ઘર જાય ……પૈસા વહેચણી માટે આવું ના કરાય…..જેના માટે આ કાંડ કરવામાં આવ્યું તે ક્યાં પોતાના ઘર નું હતું’ …..ત્યાં તો વકરો એટલો નફો જ હતો…તો આવું કરવાની ક્યાં જરૂર હતી……

પણ વડીલો ની કહેલી કહેવતો તો સાચી જ હોય છે. ભલે યુગ ડીજીટલ થાય પણ કહેવતો ના બદલાય ……ટૂંકમાં ધરપકડ થઇ તે પણ ગઢવી  ની જેમ પોપટ પકડશે એટલે કે ઘરે જશે……અમારા સમાચાર માં કોઇએ અર્થ નો અનર્થ ન કરવો …..

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!