Arvalli : લો બોલો, હવે શિક્ષક પણ 14 હજારની લાંચ લેતા ઝડપાયા

આ કામના ફરીયાદીનું ફોરવ્હીલ વાહન પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળામા બાળકોને લાવવા મુકવા માટે ભાડે મુકેલ હતુ અને ફરીયાદીના વાહનનુ ભાડુ રૂપિયા ૨૮૫૯૦/- તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ ફરીયાદીના બેંક ખાતામા જમા થતા આ કામના આક્ષેપિત/આરોપી નાઓએ ફરીયાદી પાસેથી કમિશનના નામે લાંચ પેટે રૂપિયા ૧૪૦૦૦/- ની લાંચની માંગણી ફરીયાદી પાસે વારંવાર કરેલ પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આક્ષેપિત/આરોપીને આપવા માંગતા ન હોય ફરીયાદીએ આ અંગે ફરીયાદ જાહેર કરતા બે રાજ્ય સેવક પંચોની હાજરીમા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી પીપોદરા ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળાની ઓફીસ રૂમમા ફરીયાદી સાથે પંચ-૧ ની હાજરીમા આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા રૂા.૧૪,૦૦૦/- લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યો વિગેરે બાબત.
ફરીયાદી :-
એક જાગૃત નાગરીક
આરોપી :-
ગોપાલભાઇ વસ્તાભાઇ ચમાર ઉ.વ.૫૧ ધંધો- નોકરી મુખ્ય શિક્ષક (આચાર્ય) વર્ગ-૩ હાલ રહે.નિશાળ ફળીયુ પીપોદરા તા.ધાનપુર જી.દાહોદ મુળ રહે.૧૩ નંદ નગર સોસાયટી દોસી પેટ્રોલપંપ પાછળ મેઘરજ તા.મેઘરજ જી.અરવલ્લી
ટ્રેપની તારીખ :- તા.૦૪/૦૪/૨૦૨૫
લાંચની માંગણીની રકમ :- રૂ.૧૪,૦૦૦/-
લાંચની સ્વીકારેલ રકમ :- રૂ.૧૪,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂ.૧૪,૦૦૦/-
ટ્રેપનુ સ્થળ :-
પીપોદરા મુખ્ય પ્રાથમિક શાળા ઓફીસમા તા.ધાનપુર જી.દાહોદ
ટ્રેપીગ અધિકારી :-
કે.વી.ડીંડોર
પોલીસ ઇન્સ્પેકટર
એ.સી.બી.પોલીસ સ્ટેશન
દાહોદ
સુપરવિઝન અધિકારી:-
બી.એમ.પટેલ
મદદનીશ નિયામક
એ.સી.બી.પંચમહાલ એકમ ગોધરા.