બ્રેકીંગ ન્યુઝ

Modasa: લગ્ન મંડપમાં જાનૈયાઓ પર ગાડી ચડાવી મારી નાંખવાનો પ્રયાસ


અરવલ્લીના ગાજણ ગામમાં લગ્નમંડપમાં બબાલ થયાનો બનાવ સામે આવ્યો છે. લગ્ન પ્રસંગમાં જાનૈયાઓ પર ગાડી ચડાવી મારી નાંખવાનો પ્રયાસ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આ ઉપરાંત આરોપીઓએ લગ્ન મંડપમા તોડફોડ કરીને તલવાર સાથે ભય ફેલાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટના અંગે ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખુરશીઓની તોડફોડ કરીને તલવાર સાથે ભય ફેલાવ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના ગાજણ ગામમાં એક લગ્ન પ્રસંગ ચાલતો હતો. આ દરમિયાન લગ્નમાં આવેલા જાનૈયાઓ પર ગાડી ચડાવીને મારી નાંખવાનો પ્રયાસ કરાતા દોડાદોડ થઈ ગઈ હતી. આરોપીઓએ લગ્ન મંડપમાં ખુરશીઓની તોડફોડ કરીને તલવાર સાથે ભય ફેલાવ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી

આરોપીઓએ લગ્ન મંડપમાં જ મારી નાંખવાની ધમકી આપતાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી છે. પોલીસે તોડફોડ કરીને ધમકી આપનાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે. લગ્ન મંડપમાં ધમાલ થતાં આસપાસના વિસ્તારોમાં પણ ચકચાર મચી જવા પામી હતી. ગુનેગારોના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!