બ્રેકીંગ ન્યુઝ

Aravalli: જિલ્લા કલેક્ટર કચેરીને ફરી મળ્યો ધમકીભર્યો ઈમેઈલ, ડોગ-બોમ્બ સ્ક્વોર્ડે કર્યુ સર્ચ


અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીને ફરી એક વખત ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. જિલ્લા કલેકટર કચેરીને 15 દિવસ બાદ ફરી ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. જણાવી દઈએ કે અગાઉ 15 દિવસ પહેલા પણ કચેરીને ધમકીભર્યો મેઈલ મળ્યો હતો. હાલમાં ઈમેઈલ મળ્યા બાદ કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે અને ડોગ અને બોમ્બ સ્કવોર્ડ, LCB, SOG દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ 7મેના રોજ પણ કલેક્ટર કચેરીને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો હતો, તે ઈમેઈલ કરનાર આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

7 મેએ પણ અરવલ્લી જિલ્લા કલેક્ટરને મળ્યો હતો શંકાસ્પદ મેઈલ

ભારતે પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. આ ઘટના બાદ અરવલ્લી જિલ્લા કલેક્ટરને શંકાસ્પદ મેઈલ મળ્યો હતો અને જેમાં મોડાસા કચેરીને ઉડાવી દેવાની ધમકી ખુલ્લી ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ કચેરીઓ ખાલી કરાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. ક્વીક રિસ્પોન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ મેઈલ અંગે સાયબર ક્રાઈમે તપાસ હાથ ધરી હતી. મોડાસા ખાતે આવેલી કચેરીને ઉડાવી દેવાની ધમકી મળતા તપાસનો દોર શરૂ થઈ ગયો હતો. કલેક્ટર, પ્રાંત અને મામલતદાર કચેરી ખાલી કરાવવામાં આવી હતી. તમામ કર્મચારીઓને બહાર કાઢી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળી હતી

તમને જણાવી દઈએ કે, પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ આપતા ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું છે અને પાકિસ્તાનની અવરચંડાઈનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે તો બીજી તરફ અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સાઈબર ક્રાઈમની ટીમ દોડતી થઈ હતી.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!