બ્રેકીંગ ન્યુઝ

Modasa: નશામાં ધૂત કાર ચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લીધા, ત્રણની ધરપકડ


મોડાસામાં બાયપાસ રોડ પર BAPS પાસે નશામાં ધૂત કાર ચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતાં. અકસ્માત સર્જ્યા બાદ કાર રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. બાઈક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં. લોકોએ કાર ચાલક સહિત અન્ય બે લોકોને પકડીને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. કારમાં સવાર બે નબીરાઓ નશામાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે કાર ચાલક સહિત ત્રણ લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બાઇકને અડફેટે લીધા બાદ કાર રોડ પર પલટી

પ્રાપ્ત વિગતો પ્રમાણે મોડાસામાં બાયપાસ રોડ પર BAPS પાસે પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતાં. કાર ચાલકે એટલી જબરદસ્ત ટક્કર મારી હતી કે કાર અકસ્માત બાદ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. બે બાઈક ચાલકો પણ કારની ટક્કરથી રોડ પર પટકાયા હતાં. તેમાંથી એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

કાર ચાલક સહિત 3ને લોકોએ ચખાડ્યો મેથીપાક

અકસ્માત થતાં જ રોડ પર આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. લોકોએ કાર ચાલક અને કારમાં સવાર અન્ય બે નબીરાઓને પકડી લીધા હતાં. ત્યાર બાદ તેઓ નશામાં હોવાનું જણાતા જ લોકોએ તેમને રોડ પર જ બરાબર મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ પોલીસને બોલાવી હતી અને ત્રણેય લોકોને પોલીસને હવાલે કર્યા હતાં. પોલીસે કાર ચાલક સહિત ત્રણ લોકોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!