Modasa: ડિસમીસ પોલીસ કર્મી, પત્રકાર સહિત પાંચ વિરુદ્ધ મોડાસા ટાઉન પોલીસમાં અરજી

મોડાસામાં એક ડિસમીસ પોલીસ કર્મચારી, પત્રકાર સહિત પાંચ વ્યકિતઓ સામે દારૂ મુકી બદનામ કરવાનું કાવતરું રચવા અંગેની ટાઉન પોલીસને અરજી કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે એન.સી નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મોડાસાની ઝમઝમ સોસાયટીમાં રહેતા શાહરૂખ મહંમદસલીમ શેખે ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ એન.સી મુજબ ગત તા. 21મી માર્ચના રોજ તેઓના મકાનની નજીક અન્ય બીજા ત્રણ મકાનો છોડી પોતાની ખુલ્લી જગ્યામાં ભરતસિંહ હરેન્દ્રસિંહ ઝાલા (રહે.દલાની મુવાડી તા.તલોદ), પત્રકાર સમીરખાન બલોચ (રહે.સીમરનપાર્ક, મોડાસા), બીપીનભાઈ જયસ્વાલ (રહે.શીણાવાડ, તા.મોડાસા), ભુપત નામનો માણસ તેમજ કાળા કઈરની એક્ટિવા સ્કુટર લઈને આવેલ માણસ દારૂનો મુદ્દામાલ મુકી ગયા હતા. તમામ શખ્સોએ ફરિયાદીને બદનામ કરવા માટે કાવતરું કર્યુ હોવાની અરજી આપવામાં આવી હતી. આ અંગે મોડાસા ટાઉન પીઆઈ એ.બી.ચૌધરીએ જણાવ્યુ હતું કે, સમગ્ર મામલે એન.સી દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ બાદ જે કંઈ બહાર આવશે. તે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.