Aravalli: મેઘરજમાં મહુડાના ઝાડ પર લટકતો યુવકનો મૃતદેહ મળ્યો

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં એક યુવકની ઝાડ પર લટકતી હાલતમાં લાશ મળતાં ચકચાર મચી જવા પામી છે. મેઘરજના રેલ્લાવાડાની સીમમાંથી લાશ મળતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની ઓળખ મેળવવા પ્રયાસો કર્યા હતાં. મૃતક પેટ્રોલપંપમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. હત્યા કે આત્મહત્યાની થિયરી પર પોલીસની તપાસ શરૂ થઈ છે.
ધોળા દિવસે ઝાડ પર લટકતી લાશ મળતા ચકચાર
પ્રાપ્ત વિગતો પ્રમાણે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં રેલ્લાવાડાની સીમમાંથી યુવકની ઝાડ પર લટકતી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. ધોળા દિવસે મહુડાના ઝાડ પર લટકતી લાશ મળતા પોલીસને જાણ કરાઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને નીચે ઉતારી તેની ઓળખ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતાં.
હત્યા કે આત્મહત્યાની થિયરી પર પોલીસની તપાસ
મૃતક યુવક રેલ્લાવાડા એસ.આર પેટ્રોલપંપમાં નોકરી કરતો હોવાની વિગત પ્રાપ્ત થઈ હતી. મૃતક યુવક ધોળાપાણા ગામના તરાર પરિવારનો હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી છે. પોલીસે યુવકના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ માટે ખસેડ્યો હતો. પોલીસે આ યુવકે આત્મહત્યા કરી છે કે, તેની હત્યા કરાઈ છે તેની થિયરી પર તપાસ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધી વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી છે.