બ્રેકીંગ ન્યુઝ

Aravalli Rain: મોડાસાના દઘાલીયા ગામે આભ ફાટ્યું, 4 ઇંચ વરસાદમાં તણાયા વાહનો


અરવલ્લીમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાના એક ગામમાં આજે બારે મેઘ ખાંગા થયા છે. મોડાસામાં છેલ્લા ત્રણ કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. થોડા જ સમયમાં અનરાધાર વરસાદના કારણે દધાલીયા ગામમાં આભ ફાટ્યું. જિલ્લામાં વરસાદે તબાહી મચાવ્યાના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદથી ગામમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. 

મોડાસાના દધાલીયામાં ગામમાં આભ ફાટયું

ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોડાસામાં આજે સવારથી જ મેઘરાજાનો પ્રકોપ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. દધાલીયામાં આભ ફાટતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. મોડાસામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ગામના રસ્તાઓ જળમગ્ન થયા.

આભ ફાટતા ગામ બેટમાં ફેરવાઈ ગયું

સતત વરસતા વરસાદના કારણે મુખ્ય માર્ગ પર પાર્ક કરેલી બે કાર અને બે બાઈક પાણીમાં તણાઈ ગયા. ગામના યુવકો દ્વારા ભારે જહેમત બાદ પાણીના પ્રવાહમાં તણાતા વાહનોને રોકવામાં સફળ રહ્યા. ધોધમાર વરસાદના પગલે ગામ બેટમાં ફેરવાઈ જતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. ગામના રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર જ્યાં જૂઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહયું છે. સવારથી અનરાધાર વરસાદ વરસી  રહ્યો છે જેના  કારણે ગ્રામજનો ફરજીયાત ઘરમાં રહેવા મજબૂર થયા છે.

ચોમાસાના આરંભે જ મેઘરાજાનું તાંડવ

દધાલીયા ગામમાં વરસાદે તબાહી મચાવતા જનજીવન ખોરવાયું છે. ગ્રામજનો પોતાની જીવનજરૂરી વસ્તુઓ માટે બહાર પણ નીકળી શકતા નથી. દધાલીયામાં આભ ફાટતા તંત્ર દ્વારા લોકોને મદદ કરવાા પ્રયાસો હાથ ધરાયા છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ગત સપ્તાહથી રાજ્યમાં ચોમાસાનો માહોલ જામતા ભારે અને ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે નદીમાં ઘોડાપૂર આવ્યુ છે તો જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. ચોમાસાના આરંભે જ મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. ભારે વરસાદના કારણે નસવાડીની શાળામાં પાણી ભરાતા સ્કૂલ બંધ રાખવામાં આવી. જ્યારે સુરતમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 12 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું.



Source link

Rajan Joshi

Related Articles

Back to top button
error: Content is protected !!