
બાયડ તાલુકાના સાઠંબા નજીક પટેલના મુવાડા ગ્રામ પંચાયતના પેટાપરા ચાંપલાવત ગામે ચાંપલાવત ગામમાં પ્રવેશવા માટેની ડીપ તૂટી જતાં ચાંપલાવત ગામ સંપર્ક વિહોણું બની ગયું છે…!!!
રાજ્ય સરકાર સારી નેમ સાથે અનેક યોજનાઓ અને તે યોજનાઓ પાછળ નાણાકીય ભંડોળ ફાળવે છે પરંતુ નિચલાસ્તરના ભ્રષ્ટાચારી સરકારી બાબુઓના કારણે આ બધું નિરર્થક બની રહે છે અને છેવટે બદનામી સરકારને મળે છે…!!!!
તાલુકા પંચાયત બાયડના એસ સો તાલુકા પંચાયતની ઓફિસમાં બેસી સબ સલામતની આલબેલ પોકારે છે પરંતુ ભ્રષ્ટાચારની મલાઈ ખાઈને સ્થળ તપાસ કરવાનું ટાળી રહ્યા છે…..!!!!
હાલ તો ભ્રષ્ટાચારી બાબુઓના પાપે ચાંપલાવત ગામના રહીશો મેઈન રોડથી સંપર્ક વિહોણા બની ગયા છે…!!!
રાત્રે કોઈ બીમાર પડે તો 108 ઈમરજન્સી સેવા પણ ત્યાં પહોંચી શકે તેમ નથી…!!!