બાયડ તાલુકાના આંબલીયારા ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજનો 22 મો સમૂહ લગ્નોત્સવ વિવિધ રાજકીય, સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો.
હાજર રહેલા મહાનુભાવોએ નવ નવદંપત્તિઓને આશીર્વાદ સાથે સુખી લગ્નજીવન માટે શુભકામનાઓ પાઠવી હતી
આ પ્રસંગે બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ, પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, બાયડ તાલુકા ઠાકોર સમાજના પ્રમુખ ભોલાજી ઠાકોર, તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન, કનુભાઈ એમ પટેલ, અદેસિંહ ચૌહાણ તેમજ સમાજના આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા