
ઉમિયા માતાજી ઉંઝા સંસ્થાન દ્વારા ભવ્ય ધજા મહોત્સવ યોજાઈ રહ્યો છે. તે કાર્યક્રમ અંતર્ગત કપડવંજથી ઉંઝા ધજા રીલે દોડ રથ સાથે આયોજન કરવામાં આવ્યું છે.
આ ધજા રીલે દોડ રથ બાયડ શહેર ખાતે આવી પહોંચતાં બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને આગેવાનો તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા રથનું ઉષ્માપુર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.