
અરવલ્લી-બાયડ તાલુકાના જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં, કાયમી ધોરણે VCE ની નિમણુક કરવા માટેની માંગ ઉઠવા પામી !!!!!
બાયડ તાલુકાના જીતપુર ગામે જીતપુર ગ્રુપ ગામ પંચાયતમાં છેલ્લા કેટલાય લાંબા સમયથી VCE ની ખાલી પડેલ જગ્યા માટે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા આ ભરતી પ્રક્રિયાને લઈને પંચાયત ની જાહેર જગ્યાએ જાહેરાતની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી આ જાહેરાતના અનુસંધાને શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા અરજદારો દ્વારા પાસેથી લેખિત અરજીઓ મંગાવવામાં આવી હતી જેના ભાગરૂપે તારીખ-૧૫/૩/૨૪ ના રોજ-૧૨-૦૦ કલાકે જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત માં આઇટી કમિટી દ્વારા ઇન્ટરવ્યૂ રાખેલ હતા જેથી આવેલ અરજીના ઉમેદવારોને શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો સાથે હાજર રહેવા લેખિત જાણ કરવામાં આવેલ હતી અને તે દિવસે હાજર ઉમેદવાર ના શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો ચકાસણી કરવામાં આવેલ હતા અને ઇન્ટરવ્યૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તારીખ- ૧૫/૩/૨૦૨૪ ના રોજજીતપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અને આઇટી કમિટી દ્વારા ઉમેદવારોનું ફાઇનલ VCE ભરતી પ્રોવિઝનલ મેરીટ લીસ્ટ નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું અને થોડોક સમય વીત્યા બાદ તારીખ-૧૯/૩/૨૦૨૪ના રોજ ફરીથી નવીનVCE ભરતી પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ આઈટી કમિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું આમ આ રીતે નવીન VCE ની નિમણૂક માટે ઉમેદવારોના બબ્બે વાર મેરીટ લીસ્ટ આઇટી કમિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવે છે ત્યારે કાયદાકીય જોગવાઈઓ વિરુદ્ધઅને ભરતી પ્રક્રિયાનીતિ નિયમોના વિરુદ્ધ ભરતી પ્રક્રિયાની કાર્યવાહી ન કરી શકાય અને પ્રથમ VCE ભરતી પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે પ્રમાણે જ પ્રથમ ક્રમાંક અને મેરીટ માં આવતા ઉમેદવારને જ નિમણૂક કરવામાં આવે તેવી મેરીટ માં આવતા ઉમેદવાર દ્વારા લેખિત વાંધા અરજીઓ જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત કચેરી મોડાસા નેજાણ કરવામાં આવેલ છે અને લેખિત વાધા અરજી તાલુકા વિકાસ અધિકારી બાયડ તાલુકા પંચાયત કચેરીને પણઆ બાબતની જાણ કરેલ છે અને કલેકટર સાહેબ શ્રી મોડાસા કલેકટર કચેરી જિલ્લા પંચાયત સેવા સદન બહુમાળી ભવન કચેરી ને પણ લેખિત વાંધા સૂચનો સાથે અરજી દ્વારા જાણ કરવામાં આવેલ છે પરંતુ જે તે જવાબદાર અધિકારીઓ કાયદાઓ ના પાલનની અને નીતિ નિયમોની એસીતેસી કરી આપ ખુદ શાહી વાપરી આંખ આગળ આડા કાન કરી અને મનસ્વ વિવાદ રાખી
આજ રોજ સુધી છ માસ જેટલો સમય વિતવા છતાં જીતપુર ગામના ગ્રામજનો કોલેજ માં અભ્યાસ કરતા યુવાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અને પ્રાથમિક શાળાએ ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને આવક ના દાખલાનીતાકીદે જરૂર તથા જાતિ અંગેના પ્રમાણપત્રોની જરૂરઅને ખેડૂતોને અને નાગરિકોને આઈ કિસાન પોર્ટલપર સમય મર્યાદા સુધી ઓનલાઇન અરજીઓ કરવાની છેલ્લી તારીખ સુધીમાઅરજીઓ કરવામાવિલંબ થવાથી અને કૃષિ અને પશુપાલન જેવી ખાસ અગત્યની યોજનાઓના તથા કૃષિ ઘટકોના લાભથી વંચિત રહી જતા અને ખૂબ જ ભારે ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેથી તમામ જવાબદાર સત્તાધીશો અને અધિકારીઓ સામે ગ્રામજનોમાં ભારે જન આક્રોશ ની જ્વાળામુખીઓ ભભૂકી ઉઠી છે જેથી સત્વરે ઝડપથી કાયમી જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાંVCEની નિમણૂક કરવામાં આવે તેવી જન આક્રોશ સાથે હૈયાધારના સાથેની માંગ ઉઠવા તેજ બની છે…..